અંજાર તાલુકાનાં ધમડકા નજીક કંપનીમાં ભઠ્ઠીની વરાળમાં દાઝી જતાં શ્રમિકનું મોત

copy image

અંજાર ખાતે આવેલ ધમડકા નજીક મોનો સ્ટીલ કંપનીમાં ભઠ્ઠીની વરાળમાં દાઝી જવાના કારણે 34 વર્ષીય મીઠુખાન મજુદ્દીનખાનએ જીવ ગુમાવ્યો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ધમડકાની મોનો સ્ટીલ નામની કંપનીમાં ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરનારા શ્રમિક મીઠુખાન નામનો શખ્સ પેનલ રૂમમાં કામ કરી રહ્યો હતો તે સમયે 1200 ડિગ્રીએ સળગતી ભઠ્ઠીમાંથી વરાળ ટેકનિકલ ખામીનાં કારણે બહાર આવી હતી. આ વરાળ ત્રણ પડ ફાડીને રૂમમાં પહોંચી જતાં શ્રમિક ગંભીર રીતે દાઝી ગયો હતો. ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું.