ઝાડ પરથી પીલુ તોડવા જતી વેળાએ વીજતારના સંપર્કમાં આવી જતાં  દેશલપરના 8 વર્ષીય માસૂમ બાળકે જીવ ગુમાવ્યો

copy image

copy image

વાડીમાં ઝાડ ઉપર પીલુ તોડવા જતી વેળાએ જીવતા વીજતારના સંપર્કમાં આવી જતાં  દેશલપરના 8 વર્ષીય માસૂમ બાળકે જીવ ખોવાનો વારો આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી)માં રહેતા મનજી વાલજી કોલીનો આઠ વર્ષનો પુત્ર દેવરાજ ગત દિવસે તેનાં માતા-પિતા સાથે દેશલપર-મોરાય વચ્ચેની વાડીએ ગયેલ હતો. જ્યાં પીલુનાં ઝાડ ઉપર પીલુ તોડવા જતાં ઝાડ ઉપરથી પસાર થતી વીજલાઈનના   સંપર્કમાં આવતાં વીજળીનો જોરદાર કરંટ લાગતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી હતી.