નાના અંગિયામાં ગંજીપાનાં વડે જુગાર રમતા ચાર ખેલીઓને પોલીસે દબોચ્યા

copy image

નખત્રાણા ખાતે આવેલ નાના અંગિયામાં ગંજીપાનાં વડે જુગાર રમતા ચાર ખેલીઓને પોલીસે દબોચી લીધા હતા. આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન મળેલ બાતમીના આધારે નાના અંગિયા સીમમાં દરોડો પાડતા ગંજીપાના વડે રમતા ચાર શખ્સોને રોકડ રૂ;12,650ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા આ બાબતે આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
