કિડાણામાં અંધારી રાતે બાળકને છરી બતાવી ઘરમાં થઈ લૂંટની કોશિશ

copy image

ગાંધીધામ તાલુકાના કીડાણામાં ઘરમાં ઘુસી નાના બાળકને છરી બતાવી ચોરીની કોશિશ કરતા શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર કિડાણામાં ગૌશાળાની વાડીમાં કાસેઝ પાસે રહેતો પરિવાર ગત મોડી રાત્રે ઘરના દરવાજા ખુલ્લા રાખી સૂતો હતો તે દરમ્યાન કીડાણાનો એક શખ્સ ઘરમાં ઘુસી અને બાળકને છરી બતાવી તેની પાસેથી પોંચી છીનવી લીધી હતી તેવામાં ચોરને રોકવા જતા ફરિયાદી પર હુમલો થતા તેને ઘસરકો થયો હતો ઉપરાંત ચોર ચોરી કરેલ સામાન ત્યાં જ ફેંકી દઈ નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
