૧૫ દિવસથી ખરાબ પડેલા નવલખા ફીડરના કેબલને તાત્કાલિક રેડી કરવા આવેદન પત્ર પાઠવાયું

ડેપ્યુટી ઈજનેરશ્રી રૂલર-૧ અને ૨ અંજાર ડીવીજન આજ રોજ જણાવવાનુ કે છેલ્લા ૧૫ દિવસથી નવલખા ફીડરનો કેબલ ખરાબ થવાથી ૮ દિવસ પાવર સંપુર્ણ બંધ રહેલ તેમજ ત્યારબાદ કયારેક કયારેક અન્ય ફીડરમાથી થોડી માત્રામા લો-વોલ્ટેજ ના કારણે પાવર આપવાથી અમોને મોટા પાયે હાલાકી ભોગવવાનો સમય આવેલ છે. હાલમા આ ગરમીના વાતાવરણમા અમારા ગાય ભેંસ ને પાણી કંયાથી આપવુ તે મોટો પ્રશ્ન છે, તેમજ ઉનાળુ મગફળી અને દાડમ જેવા બાગાયતી પાકોમા પાણી ન મળવાથી મોટુ નુકશાન થયેલ છે. જે નુકશાની ની જવાબદારી પીજીવીસીએલ તંત્રની છે. આમ દાડમના નવા રોપા મોટી સંખ્યામા સુકાઈ ગયા હોવાથી આ થયેલ નુકશાની નુ સર્વે કરાવી અને વળતર ચુકવવામા આવે અને તાત્કાલિક આ સમસ્યાનુ નિરાકરણ લાવી અને પુરતા દબાણથી પાવર સપ્લાય ચાલુ કરવા અને અન્ય ફિડરોમાથી બાયફરગેશન કરવાની જગ્યાએ આજ ફીડર રેડી કરવામા આવે એવી અમારી માંગ છે. અન્ય ફિડરો માથી જોડાણ કરવાથી અન્ય ફિડરોમા પણ મોટી સમસ્યા નુ સર્જન થયેલ છે. આજ ફીડરને રેગ્યુલર કરાવી અને નુકશાનીની ભરપાઈ કરવામાં આવે એવી નમ્ર અમારી વિંનતી છે. નહિ તો કિશાનો આપની સામે ધરણા પર બેસી જશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આદોલન કરવાની ફરજ પડશે તેની તમામ જવાબદારી આપશ્રીની રહેશે.