ભચાઉના મેઘપરમા પાંચ શખ્સો દ્વારા ત્રણ પર હુમલો કરાતા નોંધાઈ ફરિયાદ

copy image

copy image

ભચાઉ તાલુકાના મેઘપરમાં પાંચ શખ્સો દ્વારા ત્રણ પર હુમલો કરવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ફરિયાદી પોતાના પરિવાર સાથે ગઈકાલે રાત્રીના સમયે જમી રહ્યા હતા. તે દરમ્યાન આરોપી શખ્સો ત્યાં આવી અને સચિને મારી ઘરવાળી સાથે પ્રેમલગ્ન કેમ કર્યાં તેમ કહી છરી, ધારિયા, પાઈપ, ધોકા વડે ફરિયાદીને માર માર્યો હતો. સાથે સાથે ફરિયાદીને બચાવા ગયેલ અન્ય બે લોકો ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. વધુ પ્રાપ્ત થતી વિગતો મુજબ ત્રણેય શખ્સોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે.