ગાંધીધામમાં રહેણાક મકાનમાં દારૂનું વેચાણ કરતા શખ્સને પોલીસે દબોચ્યો

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ સુંદરપુરી વિસ્તારમાં પોતાના કબ્જાના મકાનમાં દારૂનું વેચાણ કરી રહેલ એક શખ્સને પોલીસે દબોચી લીધો હતો. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગાંધીધામના જૂની સુંદરપુરી ધોબીઘાટ વિસ્તારમાં પોલીસટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે સુંદરપુરી વિસ્તારમાં કોઈ શખ્સ પોતાના કબ્જાના રહેણાક મકાનમાં દારૂ રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી અહીંથી કુલ 7665નો દારૂ કબ્જે કરી આરોપી શખ્સની અટક કરી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.