ગેરકાયદેસર હથીયાર સાથે ઇસમને પકડી પાડતી સામખીયાળી પોલીસ

શ્રી ચીરાગ કોરડીયા મ્હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા થી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ જીલ્લામાં ગેર કાયદેસર હથિયારો, મિલકત સંબધી તથા શરીર સંબધી ગુનાઓ બનતા અટકાવવા આપેલ સુચન અન્વયે

શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર નાઓ ના માર્ગદર્શન હેઠળ

શ્રી વી.કે.ગઢવી પોલીસ ઈન્સ્પેકટરનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન શિકારપુર થી સુરજબારી ટોલનાકા તરફ જતા કાચા રસ્તા પરથી એક ઇસમ પગપાળા સુરજબારી હાઈવે તરફ જતો હોય પોતાની પાસે ના પ્લાસ્ટીકના કોથળા માથી દેશી બંદુક હથીયાર મળી આવેલ હોય જેથી ઉપરોકત ઈસમને હાથ બનાવટની એક લાકડાના બટ વાળી સિંગલ નાળ વાળી જુની દેશી બંદુક સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી

આશીક અકબર ખોજા ઉ.વ.૨૫ રહે.શિકારપુર તા.ભચાઉ

કબ્જે કરેલ મુદ્દામાલ

દેશી હાથ બનાવટની બંદુકની કિમત રૂપીયા ૨૦૦૦/-

આ કામગીરી પોલીસ ઇન્સપેકટર શ્રી વી.કે.ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ સામખીયારી પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.