ગેરકાયદેસર ગાંજાના પદાર્થના જથ્થા સાથે ચાર ઈસમોને ઝડપી પાડતી ભચાઉ પોલીસ

copy image

મ્હે.પોલીસ મહાનિરીક્ષકથી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” અંતર્ગત ગેરકાયદેસર ડેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર,વેપારની પ્રવ્રુતિને સંપુર્ણપણે નેસ્તનાબૂદ ક૨વા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ,ભચાઉનાઓ તરફથી જીલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા સુચના મળેલ જે અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરથી એ.એ.જાડેજા નાઓ તથા ભચાઉ પોલીસ ટીમ NDPS ના કેશો શોધવા સતત પ્રયન્શીલ હતી જે દરમ્યાન પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જે.ઝાલા નાઓને હુમનસોર્સ થી મળેલ ખાનગી બાતમી હડીકત અન્વયે વોંધ ગામના પુલિયા નીચે અમુક ઇસમો માદક પદાર્થ નો જથ્થો વેચવા/ડીલિવરી માટે આવનાર હોય જેથી તાત્કાલિક તે જગ્યા ઉપર ટીમ સાથે જઈ વોચમા રહેતા શંકાસ્પદ ચાર ઇસમો આવતા તેમની ઝડતી તપાસ કરતા ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાની પાસે રાખી ગે.કા.રીતે વેચાણ/ડીલીવરી કરવા માટે નિકળેલ હોય જેથી તેમના વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપીઓ:-

(૧) તૌસીફખાન શબ્બીરખાન જાતે ખાન (મુસ્લીમ) ઉ.વ.૨૮ ધંધો રીક્ષા ડ્રાઈવર રહેવાસી અફઝલ ચૌધરી હાઉસની બાજુમાં ગુલીસ્તનગર મહોલ્લા નાગપુરી ગેટ પોલીસ સ્ટેશન ૭.અમરાવતી (મહારાષ્ટ્ર)

(૨) ગજાનન અંબાદાસ ખડસે ઉ.વ.૨૨ ધંધો- હોટલમાં વઈટર તરીકે નોકરી રહેવાસી સોપીનાથ તા.મુર્તિજાપુર જીલ્લો અકોલા મહારાષ્ટ્ર

(3) વીડી વિજયરાવ કાલે ઉ.વ.૩૨ રહેવાસી ગામ પુર્ણાનગર તા. ભાતફુલી થાના હાંસેગાવ જી.અમરાવતી મહારાષ્ટ્ર

(૪) વિકાસ ઔધુત ઈન્ગલે રહેવાસી પુર્ણાનગર જિલ્લો અમરાવતી મહારાષ્ટ્ર

પકડાયેલ મુદામાલની વિગત :-

1. માદક પદાર્થ ગાંજો કુલ વજન ૧૯.૧૫૧ કિગ્રા કી.રૂ;1,૯૧,૫૧૦

૦૨. મોબાઈલ ફોન નંગ ૩ કી,રૂ; ૬,૦૦૦

૦૩. થેલા નંગ-૦૩ २००/-

०४. આધાર કાર્ડ તથા આઈ.ડી.કાર્ડ નંગ-૦૩

કુલ મુદ્દામાલ કિંમત રૂપિય १,८७,७१०/-

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર એ.એ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જે.ઝાલા તથા ભચાઉ પોલીસ સ્ટાફ નાઓ દ્વારા કરવામાં આવેલ છે