ભરતી રેલવે પર સ્ટેશનો ના સમગ્ર વિકાસ માટે અમૃત ભારત સ્ટેશન યોજના ની શરૂઆત કરવામાં આવી


ભરતી રેલવે પર સ્ટેશનો ના સમગ્ર વિકાસ માટે અમૃત ભારત સ્ટેશન યોજના ની શરૂઆત કરવામાં આવી છે . આ યોજના સ્ટેશનો ને લાંબા સમય સુધી તબક્કાવાર વિકસિત કરવાના વિચાર પર આધારિત છે.
આ યોજના અંતર્ગત દરેક સ્ટેશન માટે એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે છે,જેને અલગ-અલગ તબક્કામાં લાગુ કરવામાં આવે છે.તેના દ્વારા દરેક સ્ટેશન પર યાત્રીઓ ની સુવિધા વધુ સારી કરવામાં આવે છે, જેમકે સ્ટેશન સુધી સરળ પ્રવેશ,સર્ક્યુલેટીગ એરિયા,વેઇટિંગ રૂમ, શૌચાલય,જરૂરત મુજબ લિફ્ટ અને એસ્કેલેટર,સાફ-સફાઇ,મફત વાઇ –ફાઈ ‘એક સ્ટેશન એક ઉત્પાદ’ જેવી યોજનાઓ ના અંતર્ગત સ્થાનિક ઉત્પાદનો માટે સ્ટોલ,પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ માં સુધારો, એગ્જીકયુટીવ લોન્જ, બિઝનેસ મીટિંગ માટે સ્થાન, હરિયાળી વગેરે.
આ સિવાય, સ્ટેશન બિલ્ડિંગ ને પણ આધુનિક રૂપ આપવામાં આવશે, દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. ભવિષ્ય માં આ સ્ટેશનો ને ‘સિટી સેન્ટર’ ના રૂપે પણ વિકસિત કરવાની યોજના છે.
આ યોજના હેઠળ, ભારતીય રેલ્વેના ૧૩૦૦ થી વધુ સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે પસંદ કરવામાં આવ્યા છે.
સામાખ્યાલી રેલવે સ્ટેશન નો ઇતિહાસ :
અમદાવાદ મંડળ નું સામાખ્યાલી રેલવે સ્ટેશન ગુજરાત ના કચ્છ જિલ્લાના પ્રમુખ રેલવે સ્ટેશનો માંથી એક છે. અત્યારે આ સ્ટેશન એનએસજી -4 શ્રેણી માં આવે છે. સ્ટેશન પર કુલ 5 પ્લેટફોર્મ છે અને અહિયાં દરરોજ 700-1000 મુસાફરો ની અવર-જવર છે. સ્ટેશન પર સટોપેજ કરનારી ટ્રેનો ની સંખ્યા 48 છે.
જનગણના 2011 મુજબ, સામાખ્યાલી નગર ની જન સંખ્યા 10,500 હતી. આ રેલવે સ્ટેશન રાષ્ટ્રીય રાજમાર્ગ 41(NH 41) થી જોડાયેલ છે અને NH -41 થી તેનું અંતર લગભગ 100 મીટર જ છે.
સામાખ્યાલી રેલવે સ્ટેશન એક મહત્વપૂર્ણ સ્ટેશન છે અને તેને કચ્છ ક્ષેત્ર ના પ્રવેશદ્વાર તરીકે માનવામાં આવી શકે છે
આ સ્ટેશનનો પુનર્વિકાસ અમૃત ભારત સ્ટેશન યોજના ના અંતર્ગત કરવામાં આવ્યો છે,જેના માટે રૂ. 13.64 કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો છે.
વર્તમાન માં પ્લેટફોર્મ 1 ને પ્લેટફોર્મ 2 અને 3 સાથે જોડતો એક ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) છે. આ એફઓબી નો વિસ્તાર કરી ને તેને પ્લેટફોર્મ 4 અને 5 સાથે જોડવામાં આવ્યો છે. નગર નો પ્રમુખ ભાગ સ્ટેશન બિલ્ડિંગ બી એક તરફ સ્થિત છે,જ્યારે બીજી તરફ માત્ર ખેતરો છે.
સામાખ્યાલી રેલવ સ્ટેશન પર પ્રસ્તાવિત સુવિધાઓ :
સર્ક્યુલેટિંગ એરિયા નો વિકાસ : મુસાફરો અને વાહનો ની સરળ અવર જવર સુનિશ્ચિત કરવા માટે સ્ટેશન પરિસર માં સ્થાન અને સ્ટ્રક્ચર નો વિકાસ કરવામાં આવી રહ્યો છે. સર્ક્યુલેટિંગ એરિયા ને 1084 વર્ગમીટર થી વધારીને 3200 વર્ગમીટર કરવામાં આવ્યો છે.
મુખ્ય બિલ્ડિંગ ના અગ્રભાગ ની સુંદરતા : સામાખ્યાલીના વિકાશસીલ સ્વરૂપ ને દર્શાવતા સ્ટેશન ના અગ્રભાગ ને વિરાસત અને તેને આધુનિક ડિજાઇન ની સાથે જોડીને આકર્ષક બનાવવામાં આવી રહ્યું છે. સામેના ભાગ માં ઈંટ ની પરત (બ્રિક કલૈડિંગ) અને આધુનિક જીએફઆરસી ( GFRC) નો પ્રયોગ કરવામાં આવ્યો છે.
પાર્કિંગ સુવિધા નો વિકાસ : સર્ક્યુલેટિંગ એરિયા ની ભીડ ને ઓછી કરવા અને મુસાફરો ને તેમના વાહન પાર્ક કરવાની સુવિધા આપવા માટે દિવ્યાંગજન, ટૂ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો માટે પાર્કિંગ અરિયા નો વિકાસ કરવામાં આવ્યો છે.
પ્લેટફોર્મ પર શેડ નું નિર્માણ : ગરમી માં સૂર્યપ્રકાશ અને વરસાદ ની ઋતુ માં યાત્રીઓ ને રાહત આપવા માટે પ્લેટફોર્મ પર કવર શેડ બનાવવામાં આવ્યા છે. કુલ 4908 વર્ગમીટર અરિયા માં નવા બનાવવામાં આવ્યા છે અને 1007 વર્ગમીટર જૂના શેડ નું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેથી મુસાફરો ને ગરમી માં વધુ સૂર્યપ્રકાશ થી અને વરસાદમાં પલળવાથી રાહત મળશે
પ્રવેશદ્વાર : સ્ટેશન ને આકર્ષક અને ઓળખ યોગ્ય સ્વરૂપ આપવા માટે આધુનિક ડિજાઇન થી યુક્ત એક પ્રવેશદ્વાર નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
મોડ્યૂલર શૌચાલય : દરેક મુસાફરો માટે સ્વચ્છતા,સફાઇ અને સુવિધા ને ધ્યાન માં રાખીને આધુનિક શૌચાલય પરિસર વિકસિત કરવામાં આવી રહ્યું છે, જેમાં પુરુષ,મહિલા, અને દિવ્યાંગજન માટે અલગ-અલગ શૌચાલય એક જ પરિસર માં ઉપલબ્ધ રહેશે.
ફૂટઓવર બ્રિજ :
વર્તમાન ફૂટ ઓવરબ્રિજ ને પ્લેટફોર્મ 4 અને 5 સુધી વધારવામાં આવ્યો છે જેનાથી બધા પ્લેટ્ફોર્મ્સ સુધી પહોંચવું સરળ થઈ શકે .
ફૂડ પ્લાઝા ; મુસાફરો માટે ફૂડ પ્લાઝા ની સુવિધા આપવા માટે એક વિશેષ સ્થાન વિકસિત કરવામાં આવ્યું છે
દિવ્યાંગજન માટે પ્રવેશ સુવિધા : દિવ્યાંગજનો ની સુવિધાને ધ્યાન માં રાખીને ગાઇડિંગ અને વોર્નિંગ ટાઇલ્સ, રેમ્પ,હૈંન્ડ રેલ્સ અને દિવ્યાંગજન અનુકૂળ શૌચાલય ની વ્યવસ્થા કરવામાં આવી છે
સાઇનેજમાં સુધારા : સ્ટેશન પરિસર માં મુસાફરો ને સરળતા થી માર્ગદર્શન મળી શકે , તે માટે નવીનતમ માર્ગદર્શન મુજબ સાઈનેજ ને વધુ સારા અને સ્પષ્ટ બનાવવામાં આવ્યા છે , જે સ્ટેશન ના બધા ભાગો ને કવર કરે છે
સ્થાનીય કલાકૃતિ નો ઉપયોગ : સ્ટેશન બિલ્ડિંગ ના પ્લેટફોર્મ સઇદ પર માટી કલાં (મડ –આર્ટ) ના માધ્યમ થી સ્થાનીય વાસ્તુકલા અને સાંસ્કૃતિક ઓળખ ને દર્શાવવાં માં આવ્યું છે.
