છેતરપીંડીના બનાવને અંજામ આપવા જતા ઈસમોને મુદામાલ સાથે પકડી પાડતી ભુજ બી ડીવીઝન પોલીસ


- પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચૂંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ નાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા અને આવી પ્રવૃતી કરતા ઈસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા સારૂ સુચના આપેલ.
- જે સુચના અન્વયે બી ડીવીઝન પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.કે.મોરી સાહેબ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ભુજ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ આર.એલ.ચૌધરીનાઓને બાતમી હકીકત મળેલ કે આર.ટી.ઓ સર્કલની બાજુમાં આવેલ વાગડ બે ચોવીસી સમાજવાડીની પાસે અમુક ઇસમો એક લાખ રૂપિયાના ત્રણ ગણા કરી આપવાની જાહેરાત આપી અમુક માણસોને બહારથી બોલાવી તેમની સાથે છેતરપીંડી કરવાની ફિરાકમાં તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકિક્ત મળેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે વર્કઆઉટ કરી વોચમાં રહીને અને બાતમી હકિકત મુજબના ઈસમો હાજર મળી આવેલ અને મજકુર ઇસમો પાસેથી નીચેની વિગતે મુદ્દામાલ મળી આવેલ અને મજકુર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપીઓનુ નામ સરનામુ :-
(૧) સાહીલ રમજુ સમેજા ઉ.વ.૨૩ રહે.મુસ્લીમ સ્કુલ પાસે, એરપોર્ટ રોડ, ભુજ મુળ રહે. જુના કચ્છમિત્ર પવનચક્કી પાસે, કેમ્પ એરીયા, ભુજ
(૨) રશીદ આમદ સમા ઉ.વ.૪૨ રહે.રાહુલનગર, ભારતનગર પાસે, ભુજ
(૩) મોહીત વિજયરાજ જૈન ઉ.વ.૩૨ રહે.મહાવીર ચોક, નોખા જી.બીકાનેર (રાજસ્થાન)
(૪) શેરારામ હડમાનારામ ભાગુ(નોખા) ઉ.વ.૨૧ રહે. બિકાનેર રોડ, નોખા, જી.બીકાનેર (રાજસ્થાન)
મળી આવેલ મુદામાલ :-
(૧) રૂ.૫૦૦ ના દરના અસલ ચલણી રૂપીયા ૫૧,૫૦૦/-
(૨) ભારતીય મનોરંજન બેન્કની રૂ.૫૦૦ ના માપ અને રંગરૂપ વાળી નોટોના બંડલ નંગ ૦૩ જેની કિ.રૂ.૦૦/-
(૩) અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નં-૦૬ કિ.રૂ.૧,૫૦,૦૦
(૪) સુઝુકી કંપનીની એક્સેસ મોડેલની ટુ-વ્હીલર મો.સા. જેના રજી. નં.જી.જે-૧૨-એચ.એ-૫૮૪૯ જેની કિ.રૂ.૫૦,૦૦૦/-
કુલ્લ મુદામાલ કિ.રૂ-૨,૫૧,૦૦૦/-
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરીમાં પો.ઈન્સ. શ્રી જે.કે. મોરી સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ આર.એલ.ચૌધરી સા તથા પો.હેડ.કોન્સ. ભરતભાઈ કાનાજી તથા રાણાભાઈ કાનાભાઈ તથા મહાવિરસિંહ પદુભા તથા પો.કોન્સ. લાલજીભાઈ લક્ષ્મણભાઈ તથા શ્યામ વિશ્રામ ગઢવી તથા નાનુભાઈ જીવાભાઈ તથા કીરીટસિંહ ગોવિંદજી એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાઈને સફળ કામગીરી કરેલ.
