પરિણીત મહિલા સાથે બળાત્કાર ગુજારનાર શખ્સ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

અંજાર તાલુકાના નાની નાગલપરની એક મહિલા સાથે વારંવાર બળાત્કાર ગુજારનાર એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અંજારના નાની નાગલપરના વાડી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. અહીં વાડી વિસ્તારમાં રહેનાર એક પરિણીત મહિલા સાથે સેલ્ફી ફોટા, રેકોર્ડિંગ વાયરલ કરી તેમજ બદનામ કરી મારી નાખવાની ધમકીઓ આપી આ નરાધમે પરિણીત મહિલા સાથે વારંવાર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.