માનકુવા પો.સ્ટે.ના પોક્સોના ગુનામાં છેલ્લા સાત વર્ષથી વોરંટના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ

મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પેરોલ, ફર્લો, વચગાળા જામીન ફરારી, જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કોડના પો.ઈ. જે.કે.બારીયાનાઓના માર્ગદર્શન હેઠળ તાબાના કર્મચારીઓ છોટાઉદેપુર, વડોદરા જિલ્લામાં આરોપીઓની તપાસમાં પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન ટીમને સંયુકત ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,
માનફુવા પો.સ્ટે. ગુ.ર.નં.૪૪/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(એન) તેમજ પોક્સો એકટની કલમ ૩(એ), ૪. ૫(એલ). ૬. તથા નામદારશ્રી ચોથા અધિક ડીસ્ટ્રીકટ સેશન્સ અને સ્પે પોક્સો જજ સાહેબની કોર્ટ ભુજના પોક્સો કેસ નં.૦૭/૨૦૨૨ ના કામે સજા વોરંટથી બચવા નાસતો ફરતો આરોપી નામ વિઠલ કિશન ઉર્ફે કચુભાઇ નાયકા રહે ગામ-કાવરા, ડુંગરી ફળીયુ, તા.જેતપુર પાવી જીલ્લો છોટાઉદેપુરવાળાની તેના વતનના સરનામે જઈ તપાસ કરતા મજકુર આરોપી દિવસ દરમ્યાન જંગલ વિસ્તારમાં રહેતો હોય અને રાત્રે જ ઘરે આવતો હોવાની બાતમી હકીકત જણાઇ આવતા કરાલી પોલીસ સ્ટેશન છોટાઉદેપુરનાઓની મદદથી વોચ તપાસ ગોઠવતા રાત્રીના સમયે આરોપીને શંકા જતા ઘાટ જંગલોમાં નાસી જતા પોલીસ ટીમ દ્વારા સરકારી વાહન ડીડોલી પુલ પાસે ઉભુ રાખી આરોપીનો આશરે ૩ કિ.મી. સુધી નદી કોતરો અને ઘાટ જંગલમાં પીછો કરીને આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માનકુવા પો.સ્ટે સોંપવામા આવેલ છે.
ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેકટર જે.કે.બારીયા સાહેબનાઓ સાથે સ્ટાફના એ.એસ.આઇ. હરીલાલ બારોટ, યોગેશભાઇ ગઢવી તથા પો.હેડ કોન્સ. કનકસિંહ ગોહિલ તથા પો.કોન્સ. ભુપેન્દ્રસિંહ ઝાલા તથા મ.પો.કોન્સ. નિરૂબેન મુળી તથા ડ્રા.પો. કોન્સ. સુરેશભાઇ ચૌધરીનાઓ જોડાયેલ હતા.
