હોન્ડા દ્વારા 50 મોડીફાય કરેલ મોટરસાયકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે ગુજરાત પોલીસને આપવામાં આવી

copy image

હોન્ડાએ ભારતમાં ચોથા મોટરસાયકલ પ્લાન્ટમાં નવી ઉત્પાદન લાઇનનો વધારો કરીને ઉત્પાદન ક્ષમતા વધારી કરી ભારતમાં મોટરસાયકલ ઉત્પાદન અને વેચાણ કરતી પેટાકંપની હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કુટર ઇન્ડિયા પ્રા. લિમિટેડ. (HMSI) તેના ચોથા પ્લાન્ટ વિઠલાપૂર, અમદાવાદ જિલ્લા ખાતે ચોથી ઉત્પાદન લાઇન ઊભી કરશે. 2027માં કામગીરીનો પ્રારંભ કરવાની વિચારવામાં આવ્યું છે, ત્યારે નવી લાઇનની ઉત્પાદન ક્ષમતા 650,000 યુનિટ્સની થશે, જે ચોથા પ્લાન્ટની કુલ ક્ષમતાને 2.61 મિલીયન યુનિટ્સ સુધી લઇ જશે, જે તેને વિશ્વમાં હોન્ડા મોટરસાયકલ માટે હોન્ડાનો સૌથી મોટો પ્લાન્ટ હશે.
હોન્ડાના વિશ્વના સૌથી મોટા મોટરસાયકલ એસેમ્બલી પ્લાન્ટ્સમાંનો એક બનાવશે. ચોથા પ્લાન્ટમાં ચોથી ઉત્પાદન લાઇન ઉપરાંત, ભારતમાં અન્ય પ્લાન્ટ્સ માટે આયોજિત ઉત્પાદન ક્ષમતાના વધુ વિસ્તરણ દ્વારા 2027માં HMSIની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વર્તમાન 6.14 મિલિયન યુનિટથી વધીને આશરે 7 મિલિયન યુનિટની થવાની ધારણા છે. સાથે સાથે ભારતમાં મેકિંગ ઈન્ડિયા દ્વારા રોજગારીની તકોમાં વધારો થશે.

હોન્ડા દ્વારા ભારતમાં ચોથા મોટરસાયકલ પ્લાન્ટમાં નવી ઉત્પાદન લાઇનનો વધારો કરીને ઉત્પાદન ક્ષમતા વધારવાની સાથે હોન્ડા દ્વારા 50 મોડીફાય કરેલ મોટરસાયકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાત પોલીસને આપવામાં આવી.