અબડાસાના વાયોરમાં ગુમ થયેલ બે બાળકોને ગણતરીના કલાકોમાં પોલીસે શોધી કાઢ્યા

copy image

અબડાસા તાલુકાના વાયોરમાં બે બાળકો ગુમ થઇ ગયા હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં ડ્રાઈવરની નોકરી કરતા શખ્સના બે બાળકો ઘરે જાણ કર્યા વિના ક્યાંક નીકળી ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં બાળકોને શોધી માતા-પિતાને શોપ્યા હતા.
