અંજારના કુંભારડીમાં દવા પી જનાર 40 વર્ષીય આધેડનું સારવાર દરમ્યાન મોત

copy image

અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીમાં દવા પી જનાર 40 વર્ષીય આધેડનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિત્ય સોસાયટીમાં રહેનાર શંકરભાઈ ઈસુલાલ ભાટી નામના શખ્સે કોઈ અકળ કારણોસર દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં સરવાર દરમ્યાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.