ગાંધીધામ ખાતે આવેલ શિણાયના તળાવમાં ડૂબી જવાના કારણે 28 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો

copy image

copy image

ગાંધીધામ  ખાતે આવેલ શિણાયના તળાવમાં ડૂબી જવાના કારણે 28 વર્ષીય યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જૂની સુંદરપુરીમાં રહેનાર રમેશભાઈ નારણભાઈ ધુવા નામનો યુવાન ગત દિવસે બપોરના સમયે તળાવમાં નાહવા માટે ગયો હતો. તે સમયે કોઈ કારણોસર તળાવમાં ડૂબી જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.