લાકડિયા પંથકમાં વારંવાર ગુના આચરતા માથાભારે શખ્સને કચ્છ સહિત પાંચ જિલ્લામાંથી કરાયો તડીપાર

સૂત્રોનું કહેવું છે લાકડિયા પંથકમાં વારંવાર શરીર, મિલકત સંબંધી ગુના આચરતા માથાભારે શખ્સને કચ્છ સહિત પાંચ જિલ્લામાંથી તડીપાર કરી દેવાયો છે. ત્યારે આ મામલે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ ખાતે આવેલ મોથાળાવાંઢમાં રહેનાર આરોપી શખ્સ વિરુદ્ધ લાકડિયામાં બે, આડેસરમાં ત્રણ, હળવદ અને મોરબીમાં એક-એક એમ ચોરી સહિતની કલમો તળે સાત ગુના દર્જ થયેલ છે. આ ઈશમ વિરુદ્ધ કડક કાર્યવાહીની સૂચના બાદ તડીપારની દરખાસ્ત તૈયાર કરી ભચાઉ પ્રાંત અધિકારીને રજૂઆત કરતાં દરખાસ્ત મંજૂર થયા બાદ આ ઈશમને પકડી પાડી તેને કચ્છ સહિત અડીને આવેલા પાંચ જિલ્લામાં એક વર્ષ માટે તડીપાર કરાયો છે.