ક્રિકેટ સટ્ટા(જુગાર) નો કેસ શોધી કાઢતી નખત્રાણા પોલીસ

copy image

મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ(ભુજ) તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ-કચ્છ(ભુજ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી. બી. ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ-નખત્રાણા નાઓએ જુગારના સફળ કેશો શોધી કાઢવા તથા આ બદીને સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોઇ તેમજ હાલમાં IPL ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુમાં હોઇ જે અંગે ક્રિકેટ સટ્ટો રમતા તથા રમાડતા ઇસમો પર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી એ.એમ.મકવાણા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, નખત્રાણા મેઇન બજારમાં આવેલ શિવશક્તિ સીઝન સ્ટોર નામની દુકાનના ઓટલા ઉપર બેસી IPL ટી-૨૦ ક્રિકેટ મેચનો મોબાઇલમાં લાઇવ પ્રસારણ જોઇ મોબાઇલ ફોનમાં ઓનલાઇન આઇ.ડી. વડે સોદા કરી રૂપિયાની હારજીતનો જુગાર રમે છે તે બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી આરોપીને રોકડા રૂ.૩,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિં.રૂ.૩૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકુર ઈસમો વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીનું નામ સરનામુ:-

(૧) ઉર્વેશ રસીકભાઇ પલણ ઉ.વ.૨૫ રહે.મણીનગર, નખત્રાણા

હાજર ન મળી આરોપીનું નામ સરનામુ:-

(૧) દર્શન ભરતભાઇ ઠક્કર રહે.મણીનગર, નખત્રાણા

કબ્જે કરેલ મુદ્દામાલ:-

રોકડા રૂપિયા ૩,૦૦૦/-

મોબાઇલ ફોન નંગ-૦૧ કિં.રૂ.૩૦,૦૦૦/-

એમ કુલ્લે રૂ.૩૩,૦૦૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી એ.એમ.મકવાણા સાહેબ ના માર્ગદર્શન અને સુચના હેઠળ એ.એસ.આઇ. જયંતીભાઇ માજીરાણા તથા સબીરભાઇ બાયડ તથા પો.હેડ કોન્સ. મોહનભાઇ આયર તથા રાજદીપસિંહ ગોહિલ તથા પો.કોન્સ. મોહનભાઇ ગઢવી તથા મીતકુમાર પટેલ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ.