બાઈક પર જતી વેળાએ બેહોશ થઈ જવાના કારણે બાઈક પલટી જતાં યુવાને જીવ ગુમાવ્યો

copy image

મૂળ સુરેન્દ્રનગર બાજુનો હાલમાં ગુંદાલા રહેનાર 30 વર્ષીય યુવાનનું બાઈક પર જતી વેળાએ બેહોશ થઈ જવાના કારણે બાઈક પલટી જતાં મોત નીપજયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનગર બાજુનો હાલમાં ગુંદાલા રહેનાર હરદેવસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા નામનો યુવાન સવારના અરસામાં બાઇકથી ઘરે આવી રહ્યો હતો તે દરમ્યાન સમુદ્ર ટાઉનશિપ મીનલ ગેટ પાસે પહોંચતાં તે બેભાન થતાં તેની બાઇક પલટી ગઇ હતી. આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.
