ભચાઉમાં એક આધેડ પર ત્રણ શખ્સો દ્વારા હુમલો


ભચાઉના નવા બસ સ્ટેન્ડ નજીક એક આધેડ પર ત્રણ શખ્સો દ્વારા હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર ગત તા,25/5ના સાંજના અરસામાં આ બનાવ બન્યો હતો. અહીં બસમાં થયેલ બોલાચાલીનુ મન દુઃખ રાખી ભચાઉ બસ સ્ટેશનમાં નાસ્તો કરવા બેઠેલા આધેડને ત્રણ શખ્સોએ છરી તથા વાયરના ટુકડાથી માર મારી આધેડને મૂઢ ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
