મેઘપર બોરીચીમા 13 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

sus

copy image

copy image

મેઘપર બોરીચીમા એક કિશોરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઇકાલ સાંજે ક્રિષ્ણા સોસાયટીમાં રહેનાર 13 વર્ષીય કિશોરી હીર પટેલ પોતાના ઘરે હાજર હતી. તે સમય દરમ્યાન કોઈ અકળ કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ પોતાની જીવનલીલા સંકેલી હતી. આ બનાવ અંગે વધુમાં મળતી વિગતો મુજબ આ કિશોરીએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.