ચુડવામાં 32 વર્ષીય યુવાનનું બાથરૂમમાં અચાનક થયું મોત : કારણ હજુ પણ અકબંધ

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ચુડવામાં 32 વર્ષીય યુવાનનું બાથરૂમમાં અચાનક મોત થયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે પરંતુ આ યુવાનનું મોત કયા કારણોસર થયું હશે તે હજુ સામે આવ્યું નથી. આ બનાવ અંગે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ચુડવામાં એચ.પી.આર. પાર્કિંગમાં આ બનાવ બન્યો હતો. મોહિત રોશનલાલ કૌશિક નામનો યુવાન પાર્કિંગના બાથરૂમમાં ગયો હતો. ત્યાર બાદમાં બેહોશ હાલતમાં મળી આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ પાછળનું કારણ જાણવા પોલીસે આગળની તજવીજ આરંભી છે.