દેશલપર વાંઢાયમાં 42 વર્ષીય આધેડએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

copy image

ભુજ ખાતે આવેલ દેશલપર વાંઢાયમાં રહેતા 42 વર્ષીય આધેડએ ઝેરી દવા ગટગટાવી જીવનનો ત્યાગ કરી દીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 25/5ના રાતના અરસામાં હતભાગી એવા રાજેશભાઇ ગોવિંદભાઇ પટેલે દેશલપર-વાંઢાય ગામે સંસ્કારધામની પાછળ વાડી તરફ જતા રસ્તે કોઇ અકળ કારણોસર દવા પી લીધી હતી. તેમને સારવાર અર્થે હોપિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.