મુંદ્રાના સમાઘોઘામાં અમદાવાદથી મજૂરી અર્થે આવેલા પરિવારના 15 વર્ષીય કિશોરનું નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત

copy image

મુંદ્રા ખાતે આવેલ સમાઘોઘા અમદાવાદથી મજૂરી અર્થે આવેલા પરિવારનો 15 વર્ષીય કિશોર અમન રમણભાઇ ચૌહાણનો મૃતદેહ નર્મદા કેનાલના પાણીમાંથી મળી આવેલ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમદાવાદથી સમાઘોઘામાં મજૂરી અર્થે આવેલા રમણભાઇનો 15 વર્ષનો પુત્ર અમન ગત દિવસે સાંજબા અરસામાં નર્મદા કેનાલમાં નહાવા અર્થે ગયે હતો. જ્યાં આ કિશોરને તરતા ન આવડતું હોવાના કારણે હાથ ઊંચા કરવા લાગ્યો અને જોતજોતામાં પાણીમાં ગરક થઇ ગયો હતો. બાદમાં ડૂબેલા કિશોરને શોધવા એસડીઆરએફની ટીમ પણ બોટ સહિતનાં સાધનો સાથે આવી હતી પણ તે ક્યાંય દેખાયો ન હતો. આજે સવારે ફરી શોધખોળ શરૂ કરતાં અમનની લાશ મળી હતી. જેને હોસ્પિટલ લઈ જવાતા પાણીમાં ડૂબવાથી તેનું મોત થયાનું જાહેર કરાયું હતું. આ બનાવ અંગે પોલીસે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.