અંજાર તાલુકાના નવી દુધઈમાં એક યુવાને ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

copy image

અંજાર તાલુકામાં આવેલ નવી દુધઈમાં એક યુવાને ગળેફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ નવી દુધઈમાં સરદાર પટેલ સ્કૂલનાં મેદાનમાં લીમડાનાં ઝાડમાં દોરડા વડે 27 વર્ષીય દશરથ મહેશભાઈ જોષીએ ગળેફાંસો ખાઈ અંતિમ શ્વાસ લીધા હતા. ઉપરાંત હતભાગીના પરિવાર દ્વારા જાણવા મળ્યું કે તેણે પ્રેમના કંટાળાથી આવું પગલું ભરી લીધું છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ આરંભી છે.