રાપરમા જાહેરમાં જુગાર રમતા બે શખ્સો દબોચાયા

copy image

રાપરમા ખુલ્લેઆમ જુગાર રમતા બે શખ્સોને પોલીસે દબોચી લીધા હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાપરના કેનાડા નગર પાછળ જાહેરમાં કોઈ શખ્સો ધાણીપાસા વડે જુગાર રમી રહ્યા છે. બાતમી વાળી જગ્યા પર રેડ કરી આરોપી શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂ,1220 જપ્ત કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
