ભુજમાં એક રહેણાક મકાનમાંથી 3.03 લાખના શ્રાબના જથ્થા સાથે આરોપી મહિલાની થઈ ધરપકડ

copy image

copy image

  ભુજના પ્રમુખસ્વામીનગરના એક રહેણાક મકાનમાંથી 3.03 લાખનો શરાબનો જથ્થો ઝડપાયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે આ કાર્યવાહી દરમ્યાન એક આરોપી મહિલાની પણ અટક કરવામાં આવી છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, પ્રમુખસ્વામીનગરના એક રહેણાક મકાનમાં દારૂનો જથ્થો રાખવામા આવેલ તેમજ ગેરકાયદેસર વેચાણ ચાલી રહ્યું છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી જેમાં શરાબની 115 બોટલ કિં. રૂા. 3,03796નો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી મહિલાની અટક કરવામાં આવી છે.