સાસરા વાળાના ત્રાસથી કંટાળી પરિણીતાએ જીવન ત્યાગ્યું

copy image

માંડવી તાલુકાના તલવાડામાં સાસરા વાળાના ત્રાસથી એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. આ મામલે વર્તુળોમાંથી મળતી વિગતો અનુસાર ગત તા.27/5ના તલવાણા ગામે 31 વર્ષીય પરિણીતા ધર્મિષ્ઠાબા દશરથસિંહ રાઠોડ પોતાના ઘરે હાજર હતા તે સમય દરમ્યાન પતિ અને સાસુ સસરાના ત્રાસથી ઘરનો દરવાજો બંધ કરી રસોડામાં સાડી વડે ગળેફાંસો ખાઇ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ મામલે હતભાગીના ભાઈએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી આદરી છે.
