વરસામેડીમાં નર્મદાની કેનાલમાં નાહવા ગયેલ યુવાનનું ડૂબી જવાથી મોત

copy image

copy image

અંજારના વરસામેડીમાં નર્મદાની કેનાલમાં નાહવા ગયેલ યુવાનનું ડૂબી જવાથી મોત થયું હોવાની ઘટના સામે આવી રહી છે. આ મામલે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ગત તા.27/5ના છ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. અહી વરસામેડીમાં કેસરનગર નજીક પસાર થતી નર્મદા કેનાલમાં 17 વર્ષીય રોહિત નામનો યુવાન નાહવા માટે ગયો હતો. ત્યારે તે યુવાનનું કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.