રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત : આગામી 4 જૂન સુધી રાજ્યના 15થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

copy image

copy image

વર્તમાન દિવસોમાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિન પ્રતિ દિન વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 4 જૂન સુધી રાજ્યના 15થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી જાહેર કરાઈ છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  ગુજરાત રાજ્યમાં 28 મેના સવારથી 24 કલાક સુધીના સમયગાળા દરમ્યાન કુલ 89 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યારે આગામી 6 દિવસ દરમિયાન રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.