ભુજના સુમરાસર (જત)ના સીમ વિસ્તારમાંથી દેશી બનાવટની બંદૂક સાથે એકની થઈ ધરપકડ

shikari

copy image

copy image

ભુજ ખાતે આવેલ સુમરાસર (જત)ના સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, સુમરાસર (જત)ના સીમ વિસ્તારમાં કોઈ શખ્સ દેશી બનાવટની બંદૂક સાથે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી આરોપી ઈશમને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરને કાર્યવાહી હાથ ધરી છે.