પ્રોહીબીશનના ગુનામાં પકડાયેલ ઇસમની ગેરકાયદેસર અસમાજિક પ્રવૃત્તિ અટકાવવા પાસા હેઠળ ધકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજનાઓએ જિલ્લામાં જાહેર જનતામાં પોતાની ગેરકાયદેસર અસામાજીક પ્રવૃતિ ફેલાવતા ઇસમો વિરૂધ્ધ કડકમાં કડક અટકાયતી પગલાં લેવા માટે સુચના આપેલ હોય.

જે સુચના અનુસંધાને શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓના સીધા માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પશ્ચિમ કચ્છ જીલ્લામાં જાહેર જનતામાં અસમાજિક પ્રવૃત્તિ ફેલાવતા ઇસમો જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો વેચાણ કરતાં ઇસમ પ્રહલાદસિંહ સ્વરૂપસિંહ સોઢા,ઉ.વ.૨૫ રહે.મૂળ ગામ મીયાળી તા.અબડાસા હાલે રહે.કિડાણા યોગેશ્વરનગર તા.ગાંધીધામવાળા વિરૂધ્ધમાં ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો રાખી વેચાણ કરવાના ગુનોઓ દાખલ થયેલ હોય. જેથી આ ઈસમની ગેરકાયદેસર પ્રવૃતીથી લોકોના જાહેર જીવન પર ખુબ જ ગંભીર અસર પડતી હોય જેથી આ ઇસમની અસામાજીક પ્રવૃતી અટકાવવી ખૂબ જ જરૂરી હોય.

જેથી ઉપરોક્ત ઇસમ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી કચ્છ-ભુજનાઓને મોકલી આપેલ અને જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી કચ્છ-ભુજનાઓ તરફથી આ સામાવાળા વિરુધ્ધ પાસા દરખાસ્ત ગ્રાહ્ય રાખી આ સામાવાળાને પાસા હેઠળ અટકાયત કરવાનો વોરંટ ઇસ્યુ કરેલ.

જે વોરંટ આધારે, લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી જે.બી.જાદવ સાહેબ તથા એ.એસ.આઇ. નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધરમેન્દ્રભાઈ રાવલ તથા શક્તિસિંહ ગઢવી તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન ગાગલનાઓ દ્વારા આ સામાવાળાની તપાસ કરતાં મળી આવતા વોરંટની બજવણી કરી આ સામાવાળાને પ્રહલાદસિંહ સ્વરૂપસિંહ સોઢા, ઉ.વ.૨૫ રહે.મુળ ગામ મીયાળી તા.અબડાસા હાલે રહે.કિડાણા યોગેશ્વરનગર તા.ગાંધીધામ વાળાને મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે મોકલવામાં આવેલ છે.