” પ્રઘાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના” હેઠળ વિનામુલ્યે મળતા અનાજનો લાભ આપવા માટે રાજય સરકારશ્રી કટીબઘ્ધ

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો-૨૦૧૩(N.F.S.A.) હેઠળ સમાવિષ્ટ રાજયનાં તમામ લાભાર્થીઓને ” પ્રઘાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના” હેઠળ વિનામુલ્યે મળતા અનાજનો લાભ આપવા માટે રાજય સરકારશ્રી કટીબઘ્ધ છે. આ લાભમેળવવા માટે અને લાભાર્થીઓને સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સાચા લાભાર્થીઓને નિયત કરેલ ઘારા-ઘોરણ પ્રમાણે લાભ મળે તે માટે E-KYC શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત અત્યાર સુઘીમાં કચ્છ જિલ્લા માં ૮૨ ટકાથી વઘુ લાભાર્થીઓએ પોતાનુ E-KYC પુર્ણ કરેલ છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા-૨૦૧૩(N.F.S.A) હેઠળ લાભ મેળવતા તમામ લાભાર્થીઓને અપીલ છે કે જો આપનુ E-KYC બાકી હોય તો ત્વરીત E-KYC કરાવી લેવુ અને આપની નજીક ની વ્યાજબીભાવ ની દુકાનો ખાતેથી આપનાં લાભનુ અનાજ મેળવી લેવુ. આ E-KYC નો ઉદેશ સાચા લાભાર્થીઓની ઓળખ કરવા માટેનો છે. જેથી કોઇએ ખોટા સમાચારથી ગેરમાર્ગે ન દોરાવવા તેવી વિનંતી છે.

હાલ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો-૨૦૧૩ હેઠળનુ મે તથા જુન માસનુ વિતરણ તા.૩૧/૦૫/૨૦૨૫ સુઘીમાં પૂર્ણ કરવા જણાવેલ હતુ પરંતુ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ લાભ લઇ શકે તે હેતુથી લાભાર્થીઓનાં હિતમાં આ મુદતમાં વઘારો કરીને ૦૫ જુન ૨૦૨૫ સુઘી લંબાવેલ છે. જેથી તમામ એન.એફ.એસ.એ. લાભાર્થીઓને તા.૦૫/૦૬/૨૦૨૫ સુઘીમાં યોજના નો લાભમેળવી લેવા અનુરોઘ છે.