સરકારી આઈ.ટી.આઈ. અંજાર ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ અરજી કરવાની રહેશે
ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંજાર દ્વારા વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમની તાલીમ અપાય છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ NCVT અને GCVT સર્ટિફિકેટ મેળવીને સરકારી નોકરી, ખાનગી કંપનીમાં નોકરી મેળવી શકાય છે. તાલીમબદ્ધ કુશળ કારીગર હોવાથી સ્વરોજગારી દ્વારા પણ આવક મેળવી શકાય છે.
આઈ.ટી.આઈ. અંજાર ખાતે ફીટર, ઈલેક્ટ્રીશીયન, વાયરમેન, કોપા, સુઇંગ ટેક્નોલોજી, ફેશન ડીઝાઇન અને ટેક્નોલોજી, વેલ્ડર, સોલાર ટેક્નીશિયન જેવા વિવિધ પસંદગીના વ્યવસાયમાં પ્રવેશ આપવામાં આવે છે. આ માટે ઇચ્છુક ઉમેદવારોને આઈ.ટી.આઈ.-અંજાર હેલ્પ સેન્ટરની રૂબરૂ મુલાકાત લઈ રૂ.પ૦ રજિસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરી વહેલી તકે એડમિશન અંગેની પ્રક્રિયામાં ભાગ લેવા જણાવવામાં આવે છે. પ્રવેશ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦/૦૬/૨૦૨૫ છે. ઈચ્છુક ઉમેદવારોને વેબસાઈટ https://itiadmission.gujarat.gov.in/ ની મુલાકાત લેવા અને કોઈપણ પૂછપરછ માટે ૦૨૮૩૬ ૨૪૬૫૧૦ નંબર ઉપર સંપર્ક કરવા આઈ.ટી.આઈ અંજારના પ્રિન્સીપાલશ્રી દ્વારા જણાવાયું છે.