મુંદ્રાના ધ્રબમાં 35 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ ધ્રબમાં 35 વર્ષીય યુવાને કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ધ્રબના સીમ વિસ્તારમાં ગેરજમાં જ રહેતા મોહમ્મદ શાહબુદ્દી નામના યુવાને  ગત તા. 1/6ના રોજ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું.  હતભાગીએ રાતના સમયે કોઈ અકળ કારણોસર પોતાના રૂમમાં દુકાનની છતમાં લાગેલી લોખંડની આડીમાં કપડાના ગમછા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોરનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.