ગાંધીધામમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવાન મળી આવ્યો

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ગાંધીધામમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં કોઈ અજાણ્યો યુવાન મળી આવ્યો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના રોટરીનગર નજીક આવેલા મતિયા દેવ મંદિર પાસે ગઈકાલે સવારે 8:30 પહેલાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. 30થી 35 વર્ષીય અજાણ્યો યુવાન અહીં આવેલા એક ઝાડમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ લટકતી હાલતમાં મળી આવતા પોલીસને જાણ કરવામાં આવેલ હતી. ત્યાર બાદ હતભાગી અપનાનગરનો પ્રણવ ગુંસાઈ હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું હતું. આ યુવાને કયા કરણોસર આવું પગલું ભર્યું હશે, તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.