સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર લલચામણી ઓફરો અને જાહેરાતોથી રહો સાવધાન થઈ શકે છે ખિસ્સા ખાલી

copy image

હાલના ભાગદોર ભર્યા સમયમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર લલચામણી ઓફર આપી છેતરપિંડી આંચરવાના અનેકો કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેમાં વધુ એક બનાવનો વધારો થયો હોવાનું જણાઈ રહ્યું છે. જે અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર માધાપરનો શખ્સ આનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે. ગત તા. 23 એપ્રિલના રોજ માધાપરના ધનસુખ મેઘજી મહેશ્વરીને તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર ફ્લિપકાર્ટના નામથી જેના ઉપર ફ્લિપકાર્ટનો લોગો હતો જેમાં `સમર ઓફર’ કરીને જાહેરાત ચાલતી હતી. જેમાં ટી.વી., એ.સી. વગેરે ઈલેક્ટ્રિક વસ્તુઓ મૂકવામાં આવી હતી, જેમાં દરેક વસ્તુની કિમત રૂા. 699 બતાવવામાં આવેલ હતી. જેથી લાલચમાં આવી તેઓએ ઓનલાઈન 699 આપ્યા બાદ ન વસ્તુ આવી કે ન નાણાં પરત મળ્યા. આવી જાહેરાત દ્વારા કોઈ મોટું નુકશાન પણ થઈ શકે છે કોઈ વધુ નાણાંની છેતરપિંડી ન થાય તેથી આવી જાહેરાતોથી સાવધાન રહેવું.