ફરી એક વખત પાલરા ખાસ જેલમાં કેદી પાસેથી મળ્યો મોબાઈલ

copy image

ફરી એક વખત પાલરા ખાસ જેલમાંથી કાચા કામના કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યાનો મામલો સપાટી પર આવ્યો છે. જે અંગે સૂત્રો જણાવી રહ્યા છે ગત દિવસે રાત્રીના સમયે બંદીવાનોની શંકાસ્પદ હિલચાલ દેખાતાં સીસીટીવી કેમેરા તપાસી સ્થાનિક ઝડતી સ્કવોડને બોલાવી કેદીઓની તલાશી લેતાં કાચા કામના કેદી આરોપી પાસેથી પ્રતિબંધિત મોબાઈલ સિમકાર્ડ સહિત મળી આવેલ હતો. પોલીસે આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.