અબડાસા તાલુકાના વાંકુ નજીક ખીચોખિચ પાડા ભરેલ બોલેરોને પોલીસે ઝડપી


અબડાસા તાલુકાના વાંકુ તરફથી ગેરકાયદે રીતે પાડા ભરેલ આવતી બોલેરો પીકઅપને પોલીસે પકડી લીધી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વાંકુ તરફથી કોઈ વ્યવસ્થા વિના ખીચોખીચ નાના પાડા ભરેલ એક બોલેરો પીકઅપ આવી રહી છે. જેથી પોલીસે તે બોલેરોને ઝડપી તેના ચાલક પાસે આધાર પુરાવા માંગતા આરોપી ઇસમો કોઈ આધાર પુરાવા રજુ કરી શક્યા ન હતા. જેથી બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.