ભુજના નાગોર રોડ પરથી ખનીજ ચોરી ઝડપાઈ : ટ્રક કરાઈ કબ્જે

png-transparent-cartoon-dump-truck-thumbnail

copy image

copy image

એલસીબીની ટીમે પેટ્રોલિંગમાં દરમ્યાન ભુજના નાગોર રોડ પરથી ખનીજ ચોરી ઝડપી પાડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે ભુજના નાગોર રોડ પરથી ટ્રક ને એલસીબીએ  ઊભી રખાવી તેની તપાસ કરવામાં આવતા તેમાં આશરે 1.5 ટન બ્લેક ટ્રેપ ભરેલું હતું. જે અંગે તેના ચાલકને પૂછતાછ કરવામાં આવતા તે કોઈ પુરાવા રજૂ કરી શક્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.