નેશનલ લેવલે રાષ્ટ્રીયસ્તરની શાસ્ત્રીય નૃત્ય સ્પર્ધામાં ભુજની અંતરા ભટ્ટનો દબદબો


ગુજરાત સહિત ભારતના ર૪ રાજયોમાંથી અંદાજીત રપ૦૦ કલાકારોએ કલાના પાથર્યા કામણ : જેમાં ભરત નાટયમ(સેમી કલાસીકલમાં)અંતરા ભટ્ટએ સોલો સબ જુનિયર કેટેગરી તથા ડયુએટમાં દેશભરમાં હાંસલ કર્યો પ્રથમ નંબર, જયારે ટ્રાયોમાં ભારતમાં દ્વીતીય નંબરે થઈ વિજેતા
હવે અંતરા ભટ્ટ મલેશીયા ખાતે યોજાનાર આતંરરાષ્ટ્રીય કન્ટેસ્ટ ફેસ્ટીવલમાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ
૧૧ વર્ષીય અંતરા અત્યાર સુધીમાં શાસ્ત્રીય નૃત્યમાં ૧૧ નેશનલ એવોર્ડ કરી ચુકી છે હાંસલ : સુગમ સંગીત ગાયનમાં પણ અંતરા ધરાવે છે અનેરી સિદ્ધી.
ડાન્સ ઈન્ડીયા ડાન્સ ફેમ તથા બોલીવુડના સુપ્રસિદ્ધ કોરીયાગ્રાફર વૈભવ ગુગે એ અંતરા ભટ્ટની સિદ્ધીને બિરદાવી.
ભારતીય સંસ્કૃતી, કલા-નૃત્ય અને સંગીત ક્ષેત્રના ઉજજવળ ભવિષ્યનો સંકેત આપતો રાષ્ટ્રીય કક્ષાનો ભારત-ઉત્સવ ર૦રપનો કાર્યક્રમ મહારાષ્ટ્રના પુણે ખાતે તાજેતરમાં જ આયોજીત કરવામા આવ્યો હતો. જેમાં કચ્છ-ભુજ એરફોર્સ સ્કુલમાં અભ્યાસ કરતી ૧૧ વર્ષીય અંતરા આનંદકુમાર ભટ્ટએ વધુ એક વખત કચ્છનું ગૌરવ વધારતી સિદ્ધીઓ હાંસલ કરી છે. તા. રર-ર૩મેના રોજ પુના ખાતે આંતરરાષ્ટ્રીય ડોન્સ કાઉન્સલ-પેરિસની સાથે જોડાણ ધરાવતી પ્રતિષ્ઠીત સંસ્થા અખિલ લોકલ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન દ્વારા બે દિવસીય ભારત ઉત્સવના ભવ્ય કાર્યક્રમ-ર્સ્પધાનું આયોજન કરાયુ હતુ. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, રાજસ્થાન, તમિલનાડુ, કેરળ સહિત દેશભરના ર૪ રાજયોમાથી રપ૦૦ જેટલા સ્પર્ધકોએ ં હોંશભેર ભાગ લઈ અને ભરતનાટયમ, કથ્થક, કોચ્ચીપુડ્ડી, ઓડીસ્સી, મોહીનીયટટમ સહિતની અલગ અલગ નૃત્ય શૈલીમા કલાના કામણ પાથર્યા હતા. જેમાં અંતરા આનંદકુમાર ભટ્ટએ ભરત નાટયમ ક્ષેત્રમાં ત્રણ અલગ અલગ કેટેગરીમાં પોતાની કલાનો જાદુ બતાવી અને વધુ ૩ રાષ્ટ્રીય ખિતાબ મેળવી કલા જગત ક્ષેત્રમાં કચ્છનું માથુ વધારે ગૌરવભેર ઉંચુ કરી દીધું છે.
પુણેમાં આયોજિત રાષ્ટ્રીય સ્તરની સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભુજની બાળ પ્રતિભા અંતરા ભટ્ટે શાનદાર પ્રદૃશન કરી અને સૌનું દીલ જીતું લીધુ હતુ.પેરીસ ડાન્સ કાઉન્સીલની આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવતી આ સ્પર્ધાની મહત્વતા વધી જવા પામી હતી. પુણે ખાતે આયોજીત આ સ્પર્ધામાં અંતરા ભટ્ટે સોલો સબ જુનીયર કેટેગરીમાં શંકરા..શંકરા સ્તુતી પર અદભુત હાવભાવ-વસ્ત્ર-પરિધાન અને અલંકૃત શણગાર સાથે પ્રદર્શન કરી અને નિર્ણાયકોને પ્રભાવીત કરી દેશભરમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે તો સબ જુનીયર ડયુએટ કેટેગરીમાં દ્રષ્ટી ઠકકર સાથે મુકુંદા..મુકુંદા..કૃતી રજુ કરી અને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે તો જીયા બુદ્ધભટ્ટી, દ્રષ્ટી ઠકકરઅને અંતરા ભટ્ટની ત્રિપુટીએ લોકનૃત્ય કૃતિ રજુ કરી અને ટ્રાયો-સમુહ નૃત્ય કેટેગરીમાં દેશભરમાં ત્રીજો નંબર હાંસલ કરી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં કચ્છનો ડંકો ગજવી દીધો છે. અંતરા ભટ્ટ શાસ્ત્રીય નૃત્યનું પદ્વતીસરનું જ્ઞાન ભુજની નુપુર એકેડમીના વૈશાલીબેન સોલંકી પાસેથી પ્રાપ્ત કરી રહી છે. નોધનીય છે કે, ૧૧ વર્ષીય અંતરા અત્યાર સુધીમાં ભરત નાટયમ શાસ્ત્રીય નૃત્યની અલગ અલગ સ્પર્ધાઓ-કેટેગરીમાં ભાગ લઈ અને કુલ્લે ૧૧ નેશનલ એવોર્ડ હાંસલ કરવાની અભૂતપૂર્વ સિદ્ધી ધરાવી રહી છે.
આ સ્પર્ધાનુ પેરીસની સંસ્થા સાથે જોડાણ હોવાથી અંતરા ભટ્ટ જેવી બાળ પ્રતિભાઓની સિદ્ધીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કલારસીકોનું ધ્યાન આકર્ષિત કર્યુ છે. સોલો સેમીકલાસીકલ નૃત્યમાં રાષ્ટ્રમાં સબ જુનીયર કેટેગરીમાં પ્રથમ આવનાર અંતરા ભટ્ટને આગામી દીવસોમાં મલેશીયા ખાતે યોજનારા આતંરરાષ્ટ્રીય કન્ટેસ્ટ ફેસ્ટીવલમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરવાનું આમંત્રણ પણ મળવા પામ્યું છે. ભરતનાટયમ-શાસ્ત્રીય નૃત્યક્ષેત્રમાં નાની વયે મોટું કાઠું કાઢવા બદલ સ્વ.રસિકલાલ ભટ્ટ પરીવાર, બ્રહ્મસમાજ, એરફોર્સ સ્કુલ-ભુજ, કચ્છ-ગુજરાતનું ગૌરવ અંતરા પર ઠેરઠેરથી અભિનંદન વર્ષા થવા પામી રહી છે.