વાગડની સરહદે ફરજ બજાવતા જવાનનું અચાનક છાતીમાં દુખાવો થતા મોત
copy image

વાગડની સરહદે ફરજ બજાવતા જવાનને અચાનક છાતીમાં દુખાવો થતા તેમનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી રહ્યા છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ વાગડની સરહદે બી.ઓ.પી. ફોવર્ડ બી.એસ.એફ. બટાલિયન-21ના 58 વર્ષીય જવાન સોનુવાલે મોહન પાંડુરંગ સરહદ પર પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તે સમય દરમ્યાન અચાનક છાતીમાં દુ:ખાવો થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમણે અંતિમશ્વાસ લીધા હતા.
