અંતરજાળ નજીક શિણાયના સીમ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

copy image

ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળ નજીક શિણાયના સીમ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન અંતરજાળ-શિણાય વચ્ચે નાયરા પેટ્રોલપંપ નજીકથી રવેચી નગર અંતરજાળના કુલદીપસિંહ જયેન્દ્રસિંહ ઝાલાને પોલીસે દબોચી લીધો છે. પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, નજીક શિણાયના સીમ વિસ્તારમાં કોઈ ઈશમ મોપેડ પર દારૂના જથ્થા સાથે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી શખ્સને રંગે હાથ દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.