અંજારના મેઘપર (બો)માં બેભાન હાલતમાં મળી આવેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત

copy image

અંજારના મેઘપર બોરીચીમાં મકાનમાં એક યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો હોવાની ઘટના સામે આવી રહી છે. આ મામલે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ બનાવ મેઘપર બોરીચીમાં મારૂતિનગરમાં બન્યો હતો. અહી 32 વર્ષીય ધર્મેન્દ્રસિંહ નામનો યુવાન મકાન નંબર 173માં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. દરમ્યાન તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. આ યુવાનનું કયા કારણોસર મોત નીપજ્યું હશે તે સહિતની વધુ તપાસ પોલીસે આરંભી છે.
