ગાંધીધામની દુકાનમાંથી 1.65 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો : એકની થઈ ધરપકડ

copy image

ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાંથી એક દુકાનમાંથી રૂા. 1,65,120ના શરાબના જથ્થા સાથે એક ઈશમને પોલીસે દબોચી લીધો છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામમાં આવેલ આશાપુરા એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. મળેલ બાતમીના આધારે પોલીસે રેડ પાડી કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી કુલ રૂા. 1,65,120ના શરાબના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.