પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરતા શખ્સની પાસા હેઠળ અટકાયત ક૨તી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ આચરતા ઇસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. દ્વારા પ્રોહી.બુટલેગર પ્રદિપસિંહ હેતુભા જાડેજા રહે. વરસાણા તા.અંજાર વાળો બહારના રાજ્યમાંથી પ્રતિબંધિત વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મંગાવી સંગ્રહ કરી હેરફેર ક૨વા સબંધે તેના વિરુધ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનાં ગુનાઓ દાખલ થયેલ હોય જે અન્વયે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સદરહુ પાસા દરખાસ્ત કલેક્ટરશ્રી કચ્છ-ભુજ નાઓ તરફ મોકલી આપવામાં આવેલ. જે અન્વયે મ્હે.કલેકટરશ્રી આનંદ પટેલ સાહેબ કચ્છ ભુજ દ્વારા પાસા દરખાસ્ત મંજુર રાખી આરોપીની અટકાયત કરવા પાસા વોરંટ ઇશ્યુ કરતા એલ.સી.બી.ની ટીમ દ્વારા ઉપરોકત બુટલેગરને પાસા તળે આજરોજ અટકાયતમાં લઇ મધ્યસ્થ જેલ સાબરમતી, અમદાવાદ ખાતે જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે. કલેક્ટરશ્રી કચ્છ ભુજ દ્વારા અત્યાર સુધી કુલે-૮ અસામાજીક તત્વો વિરુધ્ધ પાસા હુકમો જારી કરવામાં આવેલ છે.

અટકાયતીનું નામ

પ્રદિપસિંહ હેતુભા જાડેજા ઉ.વ.૩૪ રહે. વરસાણા તા.અંજાર

ઉપરોકત આરોપી વિરુધ્ધ નીચે મુજબના ગુના દાખલ થયેલ છે.

(૧) અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૪૬૬/૨૪ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧

(૨) અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૩૪૯/૨૪ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧

(3) અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨૩0/૨૫ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી

(૪) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૧૨૩૦/૨૨ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧

(૫) અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨૩૬/૨૩ પ્રોહી.૬. ૬૫એ,ઇ,૧૧૬બી

આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.