ચોરી/છળકપટ થી મેળવેલ મોટર સાયકલ તથા મોબાઈલ ફોન સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે આદમખાન પઠાણ રહે. રેલ્વે પાટા પાસે અંજાર વાળો ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાયકલ લઈને ગળપાદરથી અંજાર તરફ આવી રહેલ છે. જેથી મેઘપર ગામની કેનાલવાળા પુલ પાસે વોચમાં હતી તે દરમ્યાન ગળપાદર તરફથી ઉપરોકત આરોપી રજી.નં.જીજે-09-વીપી-૧૫૦૯ વાળુ સ્પલેન્ડર પ્લસ મો.સા. લઇને આવતા તેને ઉભો રખાવી આ મો.સા. બાબતે પુછપરછ કરતા તેની પાસે કોઈ બીલ કે આધાર પુરાવા નહિ હોવાનુ જણાવેલ તેમજ આ મો.સા. તેણે આશરે સાત-આઠ મહિના અગાઉ ભાણખોખરી તા.ખંભાળીયા જી.દેવભુમિ દ્વારકા ગામ પાસે આવેલ શિવમંદિરથી ચોરી કરેલાનુ જણાવતા ઉપરોકત મો.સા. બી.એન.એન.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી તથા મળી આવેલ ઈસમને બી.એન.એન.એસ. કલમ ૩૫(૨),ઈ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ

(૧) આદમખાન બાદરખાન પઠાણ ઉ.વ. ૩૫ રહે. હાલે વાઘેશ્વરી ફળીઉ,રેલ્વે પાટા પાસે,વર્ષામડી નાકા અંજાર મુળ ૨હે. નાગરાજ હોટેલ પાછળ આવેલ ઝુંપડા સામખીયારી તા.ભચાઉ

કબ્જે કરેલ મુદ્દામાલ

સ્પલેન્ડર પ્લસ મો.સા. રજી.નં.જીજે-૦૧-વીપી-૧૫૦૯ કિ.રૂ. ૫૦૦૦૦/-

અલગ-અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ-૪ કિ.રૂ. ૨૦૦00/-

કુલ કિ.રૂ.૭૦,૦૦૦/-

આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.