લોરિયા-ભીરંડિયારા માર્ગ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 23 વર્ષીય યુવાનનું મોત

copy image

copy image

 લોરિયા-ભીરંડિયારા માર્ગ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 23 વર્ષીય યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ લોરિયા-ભીરંડિયારા માર્ગ પર અકસ્માતગ્રસ્ત હાલતમાં પડેલી ટ્રક સામે હતભાગી ઉરસ ખાન મૃત્યુ અવસ્પથામાં પડયો હતો, તેમજ તેનો ભાઈ હયાત ખાન ગંભીર રીતે ઘાયલ થયું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે જાણ થતાં બંનેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે ઉરસ ખાનને મૃત જાહેર કર્યો હતો. તેમજ અન્ય તેના ભાઈને સારવાર હેઠળ રાખવામા આવેલ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.