માંડવીમાંથી જાહેરમાં આંકડો લેનાર શખ્સ ઝડપાયો

jugaar

copy image

copy image

માંડવીમાં જાહેરમાં આંકડો લેતા શખ્સને પોલીસે દબોચી લીધો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે માંડવીના સાંજીપડી ચોક પાસે મહેશ દેવરાજ ફુફલ નામનો શખ્સ મિલન બજારમાં જાહેરમાં આંકડો લઇ રહ્યો છે. દરમ્યાન પોલીસે હકીકત વાળા સ્થળ પર રેડ કરી આરોપી ઇસમને પકડી પાડી તેની પાસેથી રોકડ રૂ; 2920 તેમજ પેન, પાનું કબ્જે કરવામાં આવ્યું હતું. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.